સુરતમાં ક્યા કોર્પોરેટરે ભોજન સમારંભ યોજ્યો, લોકોની જામી ભીડ, જુઓ વીડિયો
કોરોનાના કાળમાં સોશિલ ડિસ્ટન્સિંગનો સત્યાનાશ વાળવામાં ભાજપ અને કોગ્રેસ વચ્ચે હરિફાઇ લાગી છે. સુરતમાં કૉંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણીએ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. કોરોના કાળમાં લગ્ન અને મરણ પ્રસંગે ભલે સામાન્ય જનતા 100થી વધુ વ્યકિતને ન બોલાવી શકે પણ સુરતમાં આ નેતાજીએ યોજેલા સમારંભમાં તો 200થી વધુ લોકોને આમંત્રણ અપાયું હતું. લોકો માસ્ક વિના જ જમવા પહોંચ્યા હતા.