કાયદાની બોગસ ડિગ્રી કૌભાંડની તપાસ CID કે ક્રાઈમબ્રાન્ચને સોંપાઈ શકે છે
કાયદાની બોગસ ડિગ્રી આપવા અંગેના કૌભાંડમાં આગામી દિવસોમાં ક્રાઈમ બ્રાન્ચ કે સી.આઈ.ડી. ક્રાઈમને સોંપાઈ તપાસ શકે છે. બોગસ ડીગ્રી કૌભાંડ અંગે ગુજરાત બાર કાઉન્સિલ મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને રજૂઆત કરી છે. કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સીઆઈડી ક્રાઈમને સોંપવા અંગે પણ બાર કાઉન્સિલની રાજ્યના પોલીસવડાને રજૂઆત કરી છે. આંતરરાજ્ય કૌભાંડ હોવાના કારણે ક્રાઈમ બ્રાન્ચ કે સીઆઇડી ક્રાઇમને તપાસ કરવાની દિશામાં કાર્યવાહી ચાલી રહી હોવાની બાર કાઉન્સિલ ને હૈયાધારણા અપાઈ. સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં બાર કાઉન્સિલએ બોગસ ડિગ્રીના ૨૮ જેટલા કેસ નોંધાવ્યા છે.