વડોદરામાં 76 સેંટર પર 10 હજાર લોકોને વેક્સિન આપશે, રાજ્ય સરકારે રસીકરણના 50 હજાર ડોઝ ફાળવ્યા
Continues below advertisement
આજથી રાજ્યના 10 જિલ્લાઓમાં 18 વર્ષથી ઉપરના યુવાનોને કોરોના રસી (corona vaccine) આપવાનું શરૂ કરાયું છે. વડોદરામાં (vadodra) 76 સેંટર પર 10 હજાર લોકોને વેક્સિન આપશે. એક કેન્દ્ર પર માત્ર 140 લોકોનું વેક્સિનેશન (vaccination) થઈ શકશે. રાજ્ય સરકારે (state goverment) રસીકરણના 50 હજાર ડોઝ ફાળવ્યા છે. 18 થી લઈને 44 વર્ષ સુધીના વય જૂથને રાજ્ય સરકારે ફાળવેલી રસી આપશે. તો આ સિવાય 45 વર્ષથી ઉપરના લોકોને કેન્દ્ર સરકારે (center goverment) આપેલી વેક્સિન આપવામાં આવશે.
Continues below advertisement
Tags :
Gujarati News Vadodara Central Government ABP ASMITA Corona Case State Government Vaccination Kovid