Vadodara News : વડોદરામાં ડિજિટલ અરેસ્ટના નામે ફ્રોડ આચરનાર 4 ભેજાબાજની કરાઈ ધરપકડ
Continues below advertisement
વડોદરા સાયબર ક્રાઈમે ચાર આરોપીની કરી ધરપકડ. આરોપીઓ બેંગકોક જતા કુરિયરમાં ગેરકાયદે વસ્તુ હોવાનું કહી લોકો સાથે છેતરપિંડી કરતા. તાજેતરમાં CBI અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી તબીબને ડિજિટલ એરેસ્ટમાં રાખ્યા હતા. તબીબ પાસેથી આરોપીઓએ 32 લાખ રૂપિયા પડાવ્યા હતા.. ચાર આરોપીમાંથી બે આરોપી મુંબઈના છે જ્યારે અન્ય બે આરોપી અમદાવાદ અને સુરતના રહેવાસી.
ગુજરાત સહિત દેશભરમાં હાલ ડિજિટલ એરેસ્ટ કરીને લોકો પાસેથી પૈસા પડાવવાનું સાબયર સ્કેમ સામે આવી રહ્યું છે. બીજી તરફ પોલીસ પણ લોકોને આ રીતે ડિજિટલ એરેસ્ટના સ્કેમથી સાવધાન રહેવા જાગૃત કરી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ડિજિટલ એરેસ્ટનો ભોગ બનેલા તબીબને 32.50 લાખની રકમ પાછી અપાવી છે અને કુલ 4 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.
Continues below advertisement