Vadodara | Smart Meter| ટેન્શન આવી ગ્યું.. પતિની સારવાર માટે જવ કે આ બાજુ ધક્કા ખાવ | Abp Asmita

Continues below advertisement

વીજ કંપનીએ જ્યારથી સ્માર્ટ મીટર લગાવાવનું શરૂ કર્યું છે ત્યારથી આ મીટરનો સતત વિરોધ થઇ રહ્યો છે. કેટલાક એવા કિસ્સા પણ સામે આવ્યા છે. જેમાં વપરાશ કરતા વધુ અધધ.. બિલ આવ્યું હોય આવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો છે. જેમાં વપરાશ કરતા વધુ બિલ આવ્યું છે. વડોદરામાં જેતલપુર વિસ્તારમાં રહેતા એક સામાન્ય જીવન જીવતા  ડ્રાઇવરનું ઇલેક્ટ્રીક બિલ 13.45 આવ્યુ છે. ઉલ્લેખનિય છે કે, આ ઇબ્રાહિમ પઠાણ નામના ડ્રાઇવરના ઘરમાં માત્રા  બે પંખા અને બે લાઈટ જ છે. આટલા ઓછા વીજ ઉપકરણો હોવા છતાં પણ 13 લાખનું બિલ આવતા વીજ કંપનીમાં રજૂઆત કરી હતી. જો કે એમ.જી.વી.સી.એલ ને રજુઆત કરતા બિલ સુધારી દીધું હોવાનું ગ્રાહકે સ્વીકાર્યું હતું. અરજી કર્યાં બાદ બિલમાં સુધારો કરીને  248.73 રૂપિયા કરી દેવાયું છે. આ પહેલા પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં  સુભાનપુરાના ગ્રાહકનું પણ વપરાશ કરતા વધુ બિલ આવ્યું હતુ. અહીં પણ 9 લાખું બિલ આવ્યું હતું. આ બિલમાં એમ.જી.વી.સી.એલ દ્વારા ટેક્સ્ટ એરર બતાવવા માં આવી હતી, વપરાશ કરતા બિલ વધુ આવવાના કિસ્સા લોકો સ્માર્ટબિલનો સતત વિરોધ કરી રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram