ABP News

Vadodara BJP : બુલડોઝરની ધમકી આપનારા નિશાળિયા સામે લોકોમાં આક્રોશ , ભાજપ પણ મૌન!

Continues below advertisement

Vadodara BJP : બુલડોઝરની ધમકી આપનારા નિશાળિયા સામે લોકોમાં આક્રોશ , ભાજપ પણ મૌન! 

BJP Election Campaign in Karjan: કરજણ નગરપાલિકાની ચૂંટણીના વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે યોજાયેલી એક જાહેર સભામાં વિવાદિત નિવેદનો સામે આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ (નિશાળિયા) અને કરજણ બેઠકના પ્રભારી અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય પટેલે ચૂંટણી સભામાં એવાં નિવેદનો આપ્યાં છે, જેના કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે અને વિપક્ષ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલે સભાને સંબોધતા સીધી ધમકી આપી હતી કે, જો વોર્ડ નંબર 7ના ભાજપાના ઉમેદવારોને મત નહીં મળે અને જો મતદારોએ દગો કર્યો તો તેમના મકાનો તોડી પાડવામાં આવશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "ભાજપના ચારેય ઉમેદવારોને જીતાડશો તો એકેય મકાન તૂટવા નહીં દઉં, જો દગો કર્યો તો એકેયના રાખવા પણ નહીં દઉં." મતદારોને ડરાવવાના પ્રયાસમાં તેમણે મહંમદ યુસુફ સિંધી "મહંમદ નગર"ના 512 મકાનોમાંથી 100 મકાનોનું ભાડું ઉઘરાવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram