ABP News

Satish Nishaliya Statement Controversy : કોંગ્રેસે સતીશ નિશાળિયા સામે ચૂંટણી આયોગમાં કરી ફરિયાદ

Continues below advertisement
Satish Nishaliya Statement Controversy : કોંગ્રેસે સતીશ નિશાળિયા સામે ચૂંટણી આયોગમાં કરી ફરિયાદ

વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળીયા સામે ફરિયાદ નોંધાઈ છે ચૂંટણી આયોગમાં. સતીશ નિશાળીયા સામે ફરિયાદ નોંધાઈ. વડોદરા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી કલ્પેશ પટેલે ફરિયાદ નોંધાવી છે. વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સતીશ નિશાળીયાના નિવેદનને પણ વખોડ્યું છે .વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ છે સતીશ નિશાળીયા. જેની સામે ફરિયાદ નોંધાઈ છે. ચૂંટણી આયોગમાં આ ફરિયાદ કોંગ્રેસે કરી છે. છેલ્લા 30-30 વર્ષથી તેઓનું શાસન ગુજરાતમાં હોય, છેલ્લા 15 વર્ષથી નગરપાલિકા કરજણમાં પણ હોય તેમ છતાં પણ જો નિવેદન આ પ્રકારના કરવામાં આવે અને સાથે એવું પણ કહેવામાં આવે કે આ મહમદ નગરીને રામનગરી બનાવીશું એટલે સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આ એક પ્રકારની હારની બોખલાહટ છે. એટલે હાર સામે ભારી ગયા હોય જેથી કરીને આ પ્રકારના નિવેદનો આ લોકો કરી રહ્યા છે અને લોકોને ડરાવવા ધમકાવાની રાજનીતિ આ લોકો કરી રહ્યા છે. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે રામના નામનો સહારો લેવાનો. આ લોકશાહીનું પર્વ છે. લોકોને જ્યાં મત આપવો હોય એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે, પરંતુ આ ધમકી ભર્યા નિવેદનને અમે ચોક્કસપણે વખોડીએ છીએ અને ફરિયાદ પણ કરી છે.
 
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram