રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓ કરતા વધુ દર્દીઓ વડોદરાની હોસ્પિટલમાં લઇ રહ્યા છે સારવાર, જાણો કોણે કર્યો આ દાવો?
કોરોનાની પરિસ્થિતિને લઈ OSD વિનોદ રાવનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. સમગ્ર ગુજરાતના જિલ્લા-શહેરોના કુલ દર્દીઓ હોસ્પિટલમાં છે, તેના કરતા વધુ દર્દીઓ વડોદરા (Vadodara) માં દાખલ હોવાનો દાવો વિનોદ રાવે કર્યો છે. પાયોનિયર કેમ્પસ, ધવલબાગ કેમ્પસ અને ધીરજ મેડિકલ કોલેજમાં વધુ 1500 બેડ ઉભા કરશે.