Dahod Leopard Attack : દાહોદમાં દીપડાનો આતંક, 24 કલાકમાં જ 2 લોકો પર કરી દીધો હુમલો
Dahod Leopard Attack : દાહોદમાં દીપડાનો આતંક, 24 કલાકમાં જ 2 લોકો પર કરી દીધો હુમલો
લીમખેડાના અગારા ગામે દિપડાનો હુમલો. એક યુવક અને એક મહિલા પર હુમલો કરી દીધો હતો. વહેલી સવારે 7:00 વાગ્યે યુવક કુદરતી હાજતે ગયો હતો તે સમયે દિપડાએ કર્યો હુમલો . દીપડાના હુમલામાં યુવકને મોઢા, હાથ અને છાતીના ભાગે પંજો મારતા યુવક થયો ઈજાગ્રસ્ત . જ્યારે દિપડાએ બીજો હુમલો ગઈ સાંજના ખેતરમા ઘાસ કાપતી મહિલા પર કર્યો હતો. મહિલાને હાથ પર પંજો મારતા મહિલા થઈ ઈજાગ્રસ્ત . બંને ઈજાગ્રસ્તો હાલ લીમખેડાની સરકારી હોસ્પિટલમા સારવાર હેઠળ છે. દિપડાએ બે લોકો પર હુમલા કરતા ગ્રામજનોમા ભયનો માહોલ છે. વન વિભાગે દિપડાને ઝડપી પાડવા કામગીરી હાથ ધરી છે.