Vadodara: વોર્ડ નંબર 8માંથી BJPના વિજેતા ઉમેદવારનું પદ રદ કરવાની કોણે કરી માંગ ? શું આપ્યું કારણ?

વડોદરામાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8માં અપક્ષ ઉમેદવારે ભાજપના જીતેલા ઉમેદવાર પર ગંભીર આરોપ લગાવી પિટિશન કરી હતી. કેયુર રોકડિયાનું કોર્પોરેટરનું પદ રદ કરવાની માંગ કરી હતી. વોર્ડ 8માંથી હારેલા અપક્ષ ઉમેદવાર સ્વેજલ વ્યાસે ભાજપના જીતેલા ઉમેદવાર કેયુર રોકડિયા સામે કોર્ટમાં પિટિશન કરી હતી. સ્વેજલ વ્યાસએ ઓફિસ ઓફ પ્રોફિટ એટલે કે લાભના પદનો કેયુર રોકડિયા પર આરોપ લગાવ્યો હતો. તેમનો આરોપ છે કે કેયુર રોકડીયા ફી નિયમન કમિટીના સભ્ય હતા. પરંતુ તેમણે રાજીનામુ આપ્યું હતું પણ સ્વિકારાયું ન હતું. જો કે આ તરફ કેયુર રોકડિયાએ આરોપોને ફગાવ્યા હતા અને કહ્યું હતું કે અપક્ષ ઉમેદવાર સ્વેજલ વ્યાસના તમામ આરોપ ખોટા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola