Fire at Vadodara IOCL refinery : મૃતકના પરિવારને વળતર આપવાની MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જાહેરાત

Continues below advertisement

વડોદરામાં  ગઈકાલે કોયલી ખાતે આવેલી આઇઓસીએલ રિફાઇનરીમાં એક બાદ એક બે બ્લાસ્ટ થતાં બે કર્મચારીઓના મોત નિપજ્યા હતા, વાઘોડિયા ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આઇ ઓ સી એલ સાથે ચર્ચા કર્યા બાદ મૃતક ના પરિવારને 20 - 20 લાખના વળતરની જાહેરાત કરી હતી 

વડોદરા થી 10 કિલોમીટર દૂર આવેલા કોયલી ખાતે આઇઓસીએલ રિફાઇનરી માં ગઈકાલે બેન્ઝીન કેમિકલ સ્ટોરેજ ટેન્કમાં બપોરે 3:30 કલાકે એક બ્લાસ્ટ થયો જે બાદ સાંજે 8:30 કલાકે બીજો બ્લાસ્ટ થયો બંને બ્લાસ્ટમાં એક એક કર્મચારીઓના મોત નીપજ્યા હતા ધીમંત મકવાણા અને શૈલેષ મકવાણાના મોત બાદ તેમના મૃતદેહ વડોદરા ની એસએસસી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં બંને ના પરિજનોએ યોગ્ય આર્થિક સહાય આપવા માંગ કરી હતી, બીજી તરફ વાઘોડિયા ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આઇઓસીએલ ના અધિકારીઓ સાથે બેઠક કરી મૃતક ના પરિજન ને વળતર આપવા ની ચર્ચા કરી હતી જેમાં આઈઓસીએલ દ્વારા મૃતકના પરિવારને 15 લાખની આર્થિક સહાય આપવા તૈય્યારી બતાવી હતી જો કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સરકાર સાથે ચર્ચા કરી મૃતકના પરિજનોને આઇઓસીએલ તરફથી 20 - 20 લાખ રૂપિયાનું વળતર આપવા ની જાહેરાત કરી હતી બંને મૃતકના પરિજનોને આઇ ઓ સી એલ ખાતે બોલાવી 20 લાખ રૂપિયાની આર્થિક સહાયના ચેક આપવામાં આવશે, એક તરફ એસએસજી હોસ્પિટલ ખાતે મૃતકના પરિજનો વળતર નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારેની ચીમકી ઉચ્ચારી હતી તો બીજી તરફ પરિજનો iocl બહાર ધરણા કરી વળતરની માંગ કરી રહ્યા હતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું બંને કર્મચારીઓના મૃત્યુ થયા છે જે ઘા પરિજનો સહન ન કરી શકે પરંતુ પરિવારને સહાય માટે 20 - 20 લાખ રૂપિયા આર્થિક સહાય આપવામાં આવશે, આઇઓસીએલમાં બપોરે 3:30 કલાકે બ્લાસ્ટ થતાં તેઓ કંપનીમાં પહોંચ્યા હતા વધુ ફાયર ફાઈટર મંગાવાની પણ તેમણે ચર્ચા કરી હતી જોકે આઇઓસીએલ અધિકારીઓએ આ કાબુમાં આગ કાબુમાં આવી જશે ની વાત કરી હતી, જોકે રાત્રે 8:30 કલાકે બીજો બ્લાસ્ટ થતા આઇઓસીએલના અધિકારીઓ સામે સવાલો ઊભા થયા છે તેમણે કહ્યું કે જો જે અધિકારીઓએ યોગ્ય નિર્ણય નથી લીધા તેની સામે પણ કાર્યવાહી થશે, જો પહેલા બ્લાસ્ટ સમયે જ બ્રિગેડ કોલ જાહેર કરી તમામ ફાયર ફાયટર બોલાવી લેવાયા હોત તો બીજી ટેન્ક માં આગ ન લાગતી પણ અહીંયા અધિકારીઓ ની બેદરકારી સામે આવી છે, સાથે આગામી સમયમાં રિફાઇનરીમાં ઉત્પાદન ક્ષમતા વધારવા માટે નું આયોજન છે જે મામલે પર સરકાર સાથે ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે રિફાઇનરીમાં વધુ સુરક્ષા રહે તે નિર્ણયો લેવાશે, કેમ બેન્ઝીન કેમિકલ સ્ટોરેજમાં આગ લાગી ? કયા કારણો છે તેના જવાબદાર સામે પણ કાર્યવાહી કરવા ધારાસભ્યએ તૈયારી બતાવી હતી સમગ્ર ઘટનામાં સરકારમાં રિપોર્ટ રજૂ કરાશે જે બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram