Tulsi Vivah: ગોંડલમાં જયરાજસિંહના પરિવાર દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન

Continues below advertisement

ગોંડલના ધારાસભ્‍ય ગીતાબા જાડેજા તથા પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિહ જાડેજા પરીવાર દ્વારા તુલસી વિવાહનાં કરાયેલા આયોજનમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ સહિત કેબીનેટ મંત્રીઓ હાજર રહ્યા છે.  મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ગાંધીનગરથી હેલીકોપ્‍ટર મારફત સાંજે ચાર કલાકે ગોંડલ પહોંચ્યા હતા.  જયરાજસિહ જાડેજાનાં નિવાસસ્‍થાને શાલીગ્રામ ભગવાન અને તુલસી માતાનાં વિવાહ  યોજાયા. મુખ્યમંત્રીએ ઠાકોરજીની આરતી ઉતારી હતી.  વાછરાથી જાન ચાર કલાકે ગોંડલ પંહોચી. કોલેજચોક ખાતે જાનનાં સામૈયા થયા હતા. બાદમાં ફુલેકા રુપે જયરાજસિહનાં નિવાસસ્‍થાને પહોંચી હતી.  ફુલેકામાં હાથી,ઘોડા,ઉંટ,રથ,બગીઓ જોડાઈ હતી. મુખ્યમંત્રી  સહિતનાં મંત્રીઓ ફુલેકામાં જોડાઇ લગ્નનો લ્હાવો લીધો હતો. 

રાજકોટ જિલ્લાના ગોંડલમાં ભગવાનશ્રી ઠાકોરજી (શાલીગ્રામ) વિવાહનો અલૌકિક અવસર છે. વાછરા ગામના સરપંચના નિવાસ સ્થાનેથી જાન પ્રસ્થાન થઈ હતી.   વાછરા ગામનાં સરપંચ ભરતભાઇ ચોથાણી તથા ભરતભાઇ ગમારા શાલીગ્રામ ભગવાનનાં માવતર બન્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram