Karjan Farmers : ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?
Karjan Farmers : ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?
ભારત સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇનફાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરના ભાગરૂપે એગ્રોસ્ટિક પ્રોજેક્ટ અમલમાં મુકેલ છે, જેમાં ફાર્મર રજીસ્ટ્રેશન આધાર કાર્ડ સાથે લિંક કરવા જણાવેલ છે. પરંતુ સર્વરની મુશ્કેલી અને સરકાર ની વેબસાઈટ તથા સોફ્ટવેર પુરુ કામ કરતું ના હોવાથી રજૂઆતના અંતે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને તારીખ 30 નવેમ્બર 2024 સુધી મુદત વધારવામાં આવેલ છે. પરંતુ છેલ્લા 4 થી 5 દિવસ થી સર્વર ડાઉન હોવાને લઇ ખેડૂતો મુશ્કેલી માં મુકાયા છે ખેડૂતો નું કહેવું છે કે 15 થી 20 દિવસ સુધી સમય ગાળો વધારવા માં આવે..
ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજના ના લાભ લેવા માટે ડિજિટલ ખેડૂત ઓળખપત્ર આપવાનું નક્કી કરેલ છે અને ફાર્મર રજીસ્ટ્રી કરાવવા માટે લિંક તથા દરેક ગામના વિસી ઓપરેટર મારફત રજીસ્ટ્રેશન કરાવવા જણાવેલ છે અને તારીખ 15 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવવા જણાવવામાં આવેલ હતું, પરંતુ ગામડાઓમાં સર્વર નિયમિત ચાલતું નથી અને સરકારની વેબસાઈટ તથા સોફ્ટવેર પણ પૂરું કામ કરતું નથી ,તેથી નોંધણી કરી શકાતી નથી, જેની રજૂઆત ઉચ્ચ કક્ષાએ કરાતા ખેતી નિયામક, ગુજરાત રાજ્ય દ્વારા તારીખ 21 નવેમ્બર 2024 ના રોજ રાજ્યના તમામ કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી ને પત્ર લખીને જણાવેલ છે કે ભારત સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરના ભાગરૂપે એગ્રોસ્ટિક પ્રોજેક્ટ અમલમાં મુકેલ છે અને એગ્રો એગ્રોસ્ટિક પ્રોગ્રામ હેઠળ રાજ્યના તમામ ખેડૂતોના આધારકાર્ડ લીંક રજીસ્ટર માટે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત અમલમાં મુકેલ છે, તારીખ 15 ઓક્ટોબરથી રાજ્યમાં રજીસ્ટ્રેશન ચાલુ કરેલ છે અને અત્યાર સુધી 6,30,000 ખેડૂતોના રજીસ્ટ્રેશન થયા છે જેમાં પીએમ કિસાન લાભાર્થીઓની નોંધણી તારીખ 25 નંબર સુધી રાખવામાં આવેલ હતી, જે મુદત હાલ પર્યંત તારીખ 30 નવેમ્બર 2024 સુધી લંબાવવામાં આવેલ છે. અને તેની જાણ તમામ જિલ્લા ખેતીવાડી અધિકારી તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવેલ છે. આમ પી.એમ. કિસાન લાભાર્થીઓ માટે તારીખ 30 નવેમ્બર સુધી મુદત વધારેલ છે. પરંતુ સર્વર પ્રોબ્લમ ને લઈ મોટાભાગના ખેડૂતોનું રજીસ્ટેશન થયેલ નથી જેથી ખેડૂતોનું કહેવું છે કે 15 થી 20 દિવસ જેટલો સમયગાળો વધારવામાં આવે તો ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઇ શકે એમ છે...