Vadodara Crime : વડોદરામાં ચોરી કરવા ગયેલા 2 યુવકોને લોકોએ માર્યો ઢોર માર, એકનું ઘટનાસ્થળે જ મોત

Vadodara Crime : વડોદરામાં ચોરી કરવા ગયેલા 2 યુવકોને લોકોએ માર્યો ઢોર માર, એકનું ઘટનાસ્થળે જ મોત

વડોદરામાં મોડી રાત્રે ચોરીની આશંકાએ બે શખ્સોને મારતા એકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક ઇજાગ્રસ થયો. આરોપ છે કે બે યુવકો યાકૂતપુરા વિસ્તારમાં ચોરી કરવા પહોંચ્યા હતા. ચોરને પકડી લોકોએ માર માર્યો. ગંભીર ઇજા થતા એક યુવકનું સ્થળ પર જ મોત થયું જ્યારે અન્ય એક યુવક ઇજાગ્રસ થયો જેને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. બંને યુવકો પ્રાથમિક ઓળખાણ પણ સામે આવી છે જેમાં બંને યુવક ચોરીમાં ઝડપાઈ ગયેલા છે, જેમાંથી એકને પાસા પણ થયેલી છે. હાલ સમગ્ર મામલે સિટી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola