Vadodara Crime | વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટો ખુલાસો | ABP Asmita

Continues below advertisement

Vadodara:  વડોદરાના ભાયલીમાં સગીરા પર સામૂહિક ગેંગરેપના કેસમાં પોલીસને મોટી સફળતા મળી હતી. સૂત્રોએ જાણકારી આપી હતી કે વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગરેપમાં સંડોવાયેલા તમામ આરોપીઓને દબોચી લેવામાં પોલીસને સફળતા મળી છે.  તમામ આરોપીઓની પોલીસે અટકાયત પણ કરી લીધી હોવાનો સૂત્રોએ દાવો કર્યો હતો. બપોર બાદ પોલીસ પ્રેસ કોન્ફરન્સ યોજી સત્તાવાર જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે ચકચારી ગેંગરેપ કેસમાં સરકારે ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી હતી.

વડોદરાના ભાયલીમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીઓને પકડવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને પણ જવાબદારી સોંપાઈ હતી. વડોદરા શહેર-જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ હતી. ટેક્નિકલ અને સર્વેલન્સની મદદથી તપાસ પણ શરૂ કરાઇ હતી. આરોપીઓનું પગેરૂ મેળવવામાં પોલીસને સફળતા મળી હોવાની જાણકારી મળી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં અંદાજીત 1 હજાર CCTV કેમેરા ચેક કર્યા હતા. 200થી વધુ ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓની પૂછપરછ પણ કરી હતી. સગીરા અને પરિવારને આઘાતમાંથી બહાર લાવવા માટે તેમનું કાઉન્સેલિંગ કરાયું હતુ. ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ કહ્યું હતું કે આરોપીઓને દુનિયાના કોઈપણ ખૂણામાંથી શોધી કાઢીશું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસના તમામ પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ બપોર બાદ સત્તાવાર જાહેરાત કરી શકે છે. ત્યારબાદ આરોપીઓનું રિ-કન્સ્ટ્રક્શન થઈ શકે છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram