Dabhoi APMC Election : ડભોઈ APMCની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
Dabhoi APMC Election : ડભોઈ APMCની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
વડોદરાની ડભોઈ APMCની ચૂંટણીને લઈને રાજનીતિ ચરમસીમા પર. કાયાવરોહણ જિલ્લા પંચાયતના સ્નેહમિલન કાર્યક્રમમાં કૉંગ્રેસના 70થી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓ પંજાનો સાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો. કૉંગ્રેસના જૂના કાર્યકર્તા પિયુષ પટેલ સહિત બેથી ત્રણ સહકારી મંડળીના આગેવાનો કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ભાજપનો ખેસ પહેરાવીને તમામને પક્ષમાં આવકાર્યા.સ્નેહ મિલન કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ ડભોઈ APMCમાં ભાજપનો ભગવો લહેરાવવાનો દાવો કર્યો. ડભોઈ APMCમાં મતદાન પહેલા જ ભાજપના છ સભ્યો બિનહરીફ થયા છે. ત્યારે હવે ખેડૂત વિભાગની 10 બેઠકો પર ચૂંટણી જોવાની છે. શૈલેષ મહેતાએ દાવો કર્યો કે ડભોઈની રાજનીતિમાં બે ચાણક્ય છે એક દિલીપ પટેલ અને બીજા અતુલ પટેલ. બંન્ને સાથે હું ધારાસભ્ય તરીકે ઉભો હોય ત્યારે ભાજપના ઉમેદવારો સામે ઉભેલા એકપણ ઉમેદવાર જીતી શકે તેવી સ્થિતિમાં નથી. વિરોધપક્ષના ઉમેદવારો પાસે તો મત આપવાનો પણ અધિકાર નથી.