અપ્રમાણસર મિલકત કેસમાં વડોદરા મુખ્ય વન સંરક્ષક કચેરીના નિવૃત મદદનીશ સંરક્ષકની ધરપકડ
અપ્રમાણસર મિલકત કેસમાં વડોદરા મુખ્ય વન સંરક્ષક કચેરીના નિવૃત મદદનીશ સંરક્ષકની ધરપકડ કરવામાં આવી હતી. નિવૃત્ત અધિકારી કાસીમ રેશમવાલાનો એક કરોડ 12 લાખનો ભ્રષ્ટાચાર સામે આવતા એસીબીએ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. આરોપી પાસેથી કાયદેસરની આવક કરતાં 55.65 ટકા વધુ મિલકતો મળી આવી હતી અને 9 વર્ષમાં આરોપીએ બેંકમાંથી 1 કરોડ 10 લાખ રૂપિયા ઉપાડ્યા હતા.
Tags :
Retired Assistant Conservator Vadodara Chief Forest Conservation Office Disproportionate Property Case