Vadodara Flood | વડોદરામાં પૂર વચ્ચે ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે બબાલ! | Vadodara BJP | Congress

Continues below advertisement

વડોદરાના સમા વિસ્તારમાં કોંગ્રેસ અને ભાજપ ના ટેકેદારો વચ્ચે બોલાચાલી. સમામાં વરસાદી કાંસ નિહાળવા પહોંચ્યા હતા પૂર્વ વિપક્ષી નેતા અમી રાવત. સ્થળ પર વર્તમાન ભાજપ ના નગરસેવિકા વર્ષા વ્યાસ પણ હતા. પૂર્વ નગરસેવક અરવિંદ પ્રજાપતિ સહિત ભાજપના ટેકેદારો પણ હતા. પૂર્વ વિપક્ષી નેતા ને જોતા જ ભાજપના ટેકેદારો ઉશ્કેરાયા. ભાજપ અને કોંગ્રેસ ના મહિલા નગરસેવિકા વચ્ચે તુતું મેમે સર્જાઈ. સામસામે આક્ષેપ બાજી કરી હલ્લો મચાવ્યો. આખરે વિપક્ષી નેતા અમી રાવત કાર માં બેસી રવાના થયા.

નોંધનીય છે કે, વડોદરામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. બીજી તરફ વિશ્વામિત્રી નદી પણ ભયજનક સપાટી વટાવતા વરસાદ આફતરૂપ બન્યો હતો. જેને કારણે વડોદરાના અનેક વિસ્તાર જળમગ્ન બન્યા હતા. સોસાયટીમાં પાણી ઘૂસી જતાં ઘરોમાં દોઢ ફૂટ જેટલા પાણી ભરાઇ જતાં ઘરવખરીને મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram