Gujarat Train | ભારે વરસાદને પગલે ગુજરાતમાં રેલવે સેવાને અસર, 3 દિવસમાં 100થી વધુ ટ્રેન થઈ પ્રભાવિત

Continues below advertisement

વરસાદને લઈને રેલવે વ્યવહાર પર અસર યથાવત. ત્રણ દિવસમાં 100 થી વધુ ટ્રેન ને અસર સર્જાઈ. મોટા ભાગની ટ્રેનો રદ કરવામાં આવી હતી. જોકે પહેલાની સરખામણીએ હાલ  અસર ઓછી. આજે બે ટ્રેન રદ જ્યારે અન્ય કેટલીક ટ્રેનોને અસર. વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે.  30 ઓગસ્ટની ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેન રદ. 30 ઓગસ્ટની ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેન રદ. 30 ઓગસ્ટની ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા મેમુ રનોલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.  30 ઓગસ્ટની ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમુ રણોલી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે.
30 ઓગસ્ટની ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ રણોલી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે. જ્યારે આજ ની T/N 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઈલ દ્વારકાથી ઉપડશે. આથી ઓખા -દ્વારકા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. અને T/N 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ દ્વારકાથી  ઉપડશે.  આથી ઓખા-દ્વારકા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર અને વડોદરામાં  સૌથી વધુ અસર પડી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram