Panchmahal News : જીવતા વીજ વાયરથી બે સગા ભાઈ-ભાણેજનું મોત, દિવાળી ટાણે પરિવાર પર આભ ફાટ્યું
Panchmahal News : જીવતા વીજ વાયરથી બે સગા ભાઈ-ભાણેજનું મોત, દિવાળી ટાણે પરિવાર પર આભ ફાટ્યું
પંચમહાલના મોરવા હડફના ભંડોઈ ગામે મોટી દુર્ઘટના સર્જાઈ છે. વીજ કરંટ લાગતા કુલ ત્રણ લોકોના મોત થયા છે. મોડી રાત્રે બાઈક પર જઈ રહેલા બે સગા ભાઈ અને ભાણીજીને વિજ કરંટ લાગવાથી મોત થયા છે. જેને લઈ પરિવારમાં શોકનો માહોલ છે. હાલ તો આ ત્રણેય મૃતદેહોને પીએમ માટે સરકારી હોસ્પિટલ ઘસેડાયા છે. વિજ વાયરના સંપર્કમાં આવેલી બાઈક પણ ખાક થઈ ચૂકી છે.
મોરવા હડફના ભંડોઈ ગામની આ ઘટના છે જ્યાં વિજ કરંટના કારણે ત્રણ લોકોના મોત થયા. મોડી રાત્રે બાઈક પર પ્રવાસ કરી રહેલા બાઈક ચાલકને વીજ કરંટ લાગતા ત્રણ યુવકોના ઘટનાસ્થળે કમકમાટી પરરે મોત થયા છે. આ ઘટનાને લીધે પરિવાર અને ગામ લોકોમાં રોષ જોવા મળ્યો છે. કારણ કે જે રીતે જમીન પર જીવંત વીજ વાયર પડ્યો હતો તેના કારણે આ ઘટના બનવા પામી છે. વીજ વાયર જે બાઈક ત્યાંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન આ વીજ વાયર સંપર્કમાં આવ્યો અને આ બાઈક પર સવાર ત્રણેય યુવકો બળીને ભસ્મ થઈ ગયા. ખાસ કરીને આ કરુણ ઘટનામાં જે ત્રણ યુવકોના મોત થયા છે તેની સાથે સાથે બાઈક પણ બળીને ખાક થઈ ગઈ છે. આ જીવંત વાયર કઈ રીતે અહીંયા પડ્યો તે દિશામાં હાલ તપાસ કરવામાં આવી રહી છે. હાલ ત્રણેય યુવકોના મૃતદેહોને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે મોરવા હડફના ભંડોઈ ગામના જે ત્રણેય યુવકોના વીજ કરંટ લાગતા મોત થયા છે તેમાં બે સગા ભાઈનો પણ સમાવેશ થાય છે. હાલ સમગ્ર મામલે મોરવા હડફ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી જે આગળની કાર્યવાહી અને તપાસ જે છે હાથ ધરવામાં આવી રહી છે.