Vadodara Boat Accident: ગોપાલ શાહે ખોટા ડોક્યુમેન્ટના આધારે હરણીનો પ્રોજેકટ મેળવ્યો હોવાનો આરોપ

Continues below advertisement

વડોદરાના હરણી બોટકાંડના જવાબદાર આરોપી સામે કાર્યવાહી કરવા મૃતકોના પરિવારજનોએ પોલીસ કમિશનરને કરી રજુઆત .ગોપાલ શાહે ખોટા ડોક્યુમેન્ટના આધારે હરણીનો પ્રોજેકટ મેળવ્યો હોવાનો લગાવ્યો આરોપ .76 નગરસેવકો અને મ્યુનિસિપલ કમિશનરે સહી કરી મંજૂરી આપી હોવાની કરી વાત.

વડોદરા બોટકાંડના મૃતકના પરિવારજનોએ કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્ર રાઠોડની આગેવાનીમાં પોલીસ કમિશનરની મુલાકાત કરી. જ્યાં રજૂઆત કરી હતી કે તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર ડૉ. વિનોદ રાવ સમક્ષ ગોપાલ શાહે બોગસ ડોક્યુમેન્ટો રજૂ કરી હરણીનો પ્રોજેકટ મેળવ્યો હતો. વાર્ષિક ત્રણ લાખ પાલિકાને આપવાના નામે બધુ જ કબ્જે કરી લીધું હતું. જેમાં 76 કોર્પોરેટર અને તત્કાલિન મનપા કમિશનરની પણ સહી હતી. જોકે આ દુર્ઘટનામાં રચાયેલી SITની ટીમે તત્કાલિન મહાપાલિક કમિશનર ડૉ. વિનોદ રાવનો જવાબ સુદ્ધા ન લીધો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram