Vadodara News । ધારાસભ્ય યોગેશ પટેલના આરોપ પર વડોદરા કલેકટરનું નિવેદન

Vadodara News । ધારાસભ્ય યોગેશ પટેલના આરોપ પર વડોદરા કલેકટરનું નિવેદન 

 

Vadodara News । ધારાસભ્ય યોગેશ પટેલના આરોપ પર વડોદરા કલેકટરનું નિવેદન, છેલ્લા 3 વર્ષમાં વડોદરાના વિકાસશીલ વિસ્તારોમાં જમીન બિનખેતી કરવાના અને નવી શરતની જમીન જૂની શરતની કરવા માટે તેમજ સરકારી જમીન પધરાવી દેવાના થયેલા હુકુમોમા રૂપિયા 800થી 1000 કરોડનું કૌભાંડ થયાનો આરોપ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા લગાવવામાં આવ્યો છે... આ બાબતે abp અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં વડોદરાના કલેકટર બીજલ શાહે આરોપ અંગે તપાસ કરવા જણાવ્યું... ઉપરાંત તપાસનું ફલક વિશાળ હોવાથી પહેલા રેન્ડમ તપાસ કરીશું અને ક્ષતિ જણાશે તો તમામ હુકૂમોની ચકાસણી કરવા જણાવ્યું છે... જોકે તપાસનો રિપોર્ટ પ્રજા સમક્ષ જાહેર કરવા બાબતે ધારાસભ્ય અને સરકાર સાથે ચર્ચા કરવાની વાત કરી છે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola