Vadodara News | ફોન લેનની કામગીરીનો પાદરામાં ખેડૂતોએ કર્યો વિરોધ, વળતર ન મળ્યાનો લગાવ્યો આરોપ
Continues below advertisement
વડોદરાના પાદરા જંબુસર હાઇવે પર ફોર લેન રોડની કામગીરી દરમ્યાન પાદરાના ડભાસા ગામ નજીકના ખેડૂતોએ વિરોધ કરી ફોર લેનનું કામ અટકાવ્યું.
વડોદરાના પાદરા તાલુકાનું ડભાસા ગામમાં ખેડૂતોએ હાઈવેના ફોર લેનની કામગીરી અટકાવી. પાદરા-જંબુસર હાઈવેની ફોન લેનની કામગીરી શરૂ કરાતા જ ખેડૂતોએ વિરોધ કર્યો. ખેડૂતોનો દાવો છે કે, ન તો તેમને જમીનનું કોઈ વળતર મળ્યું છે. ન તો નોટિસ. જેને લઈ ખેડૂતોએ વિરોધ કરી કામગીરી અટકાવી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ દોડી આવી. બાદમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને ખેડૂતો પહોંચ્યા પાદરા પોલીસ સ્ટેશને. ખેડૂતોનું કહેવું છે કે, જ્યાં સુધી જમીન સંપાદન માટે જરૂરી દસ્તાવેજી પુરાવા નહીં અપાય.. ત્યાં સુધી કામગીરી સ્થગિત રખાઈ છે.
Continues below advertisement