Ahmedabad Bopal Accident case: બોપલ-આંબલી રોડ પર અકસ્માત કેસમાં મોટા સમાચાર, નબીરા રીપલ પંચાલ સામે નોંધાયા બે ગુના

Continues below advertisement

અમદાવાદમાં બોપલ આમલી રોડ પર અકસ્માતની ઘટનાના કેસ અંતર્ગત મોટા સમાચાર છે. નબીરા રીપલ પંચાલ સામે બે ગુના નોંધાયા છે. પ્રોહીબીશન એક્ટ હેઠળ નબીરા રીપલ પંચાલની સામે ગુનો નોંધાશે. આ સાથે જ પોલીસ આરોપીનું લાઈસન્સ રદ કરવા માટે RTOને પણ એક રિપોર્ટ કરશે. આરોપીની કાર શેન્કો વાલ પ્રાઈવેટ લિમિટેડના નામ પર સાંથલ પાસે આવેલી છે. તો મહત્વના સમાચાર આ કેસ અંતર્ગત મળી રહ્યા છે કે નબીરા રીપલ પંચાલની સામે હવે બે ગુના નોંધવા માટેની પોલીસે તજવીજ હાથ ધરી છે. પ્રોહીબીશન એક્ટ હેઠળ નબીરા સામે ગુનો નોંધવામાં આવશે. બીજી તરફ આરોપીનું લાઈસન્સ રદ કરવા માટે પણ આરટીઓને રિપોર્ટ કરવામાં આવશે. આરોપીને અમે રિપોર્ટ સાથે બ્લડ ટેસ્ટ માટે મોકલી આપેલ છે. 

અમદાવાદ શહેરમાં કાર ચાલક નશામાં ધૂત નબીરાઓનો આતંક સતત વધી રહ્યો છે. આંબલી બોપલ રૉડ નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. ઓડી કાર ચાલકે રૉડ પર પુરપાટ ઝડપે કાર દોડાવીને 4 થી 5 વાહનોને અડફેટે લીધા હતા. નબીરાઓ અનેક બાઈકોને પણ કચડ્યા હતા. નશામાં ધૂત અને સિગારેટ પીને કાર ચલાવી રહેલા શખ્સને ગુસ્સે ભરાયેલા ટોળાએ મેથીપાક ચખાડ્યો હતો. આ નશામાં ધૂત કાર ચાલક યુવકનું નામ રીપર પંચાલ છે, જેને GJ-18-BQ-6780 નંબરની ઔડી કારથી અકસ્માત સર્જ્યો હતો. આ રીપલ પંચાલ થલતેજનો રહેવાસી, જ્યાં તે તુલીપ બંગ્લોઝ નંબર 35માં રહે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram