Vadodara News: અટલાદરાના સરકારી આવાસ લાભાર્થીઓને ફાળવણીના અભાવે ખંડેર બન્યા

Continues below advertisement

 વડોદરા કોર્પોરેશન દ્વારા બનીને તૈય્યાર એવા બી.એસ.યુ.પી ના 1600 મકાન લાભાર્થીઓ ને ફાળવવામાં કોર્પોરેશન તંત્ર તાગડ ધીંના કરી રહ્યું છે. 

વડોદરામાં સરકારી જગ્યા પર ગેરકાયદેસર કાચા પાકા મકાનો ઉભા કરનાર સામે કોર્પોરેશન ના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા લાલ આંખ કરી તેમને હટાવવામાં આવી રહ્યા છે ત્યારે આવા બેઘર બનેલા લોકો ને સરકાર તરફથી બની રહેલા બી.એ.યુ.પી ના મકાનો આપવાની યોજના અમલી બનાવાય છે, જોકે અટલાદરા વિસ્તાર માં બી.એસ.યુ.પી ના 1600 મકાન બની ને તૈયાર છે, 2017-18 માં બનેલા મકાનો વર્ષો સુધી લાભાર્થીઓ ને ન ફળવાતા અસામાજિક તત્વો બારી બારણા પણ તોડી ને લઈ ગયા છે, કોન્ટ્રાકટ દ્વારા હલકી ગુણવત્તા નું મટીરીયલ વપરાયા નું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, મકાન માં તિરાડો અને પોપડા પણ ઉખડી રહ્યા છે ત્યારે કોર્પોરેશન વહેલી તકે લાભાર્થીઓ ને મકાન ફાળવે તેવી લાભાર્થીઓ ની માંગ છે.

જોકે સ્થાઈ સમિતિ અધ્યક્ષ કહે છે કે રાજીવ આવાસ અને બી.એસ.યુ.પી 1590 મકાનો અટલાદરા વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે, હાલ 760 મકાનો ફાળવવામાં આવશે જેમાં મકાન ની કિંમત 2,63,000 છે જેમાંથી માંથી લાભાર્થી એ 50 હજાર નું પેમેન્ટ કરવાનું રહેશે જે બાદ તેમને મકાન એલોટ કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram