Vadodara News | વડોદરામાં કમ્પાઉન્ડ વોલ ધરાશાયી, 2 સ્કૂલવાન સહિત 3 વાહનને નુકસાન

Continues below advertisement

Vadodara News | વડોદરામાં ગઈકાલે સવાર થી જ કમોસમી વરસાદ પડી રહ્યો હતો, સાંજ થી મોડી રાત સુધી વીજળીના કડાકા અને પવનના સુસવાટા વચ્ચે 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો, નવાયાર્ડ વિસ્તાર ના રોઝીઝ ગાર્ડન નિ કમ્પાઉન્ડ વોલ એકા એક ધરાસાઇ થઈ હતી, કેમકે રોઝીઝ ગાર્ડન ના પાછળ ના ભાગે રામવાડી રહેણાક વિસ્તાર આવેલો હોય  ત્યાં પાર્ક કરેલી 3 ગાડીઓ પર કંપાઉન્ડ વોલ પડતા ગાડીઓ નો કચ્ચરઘાણ વળી ગયો હતો, જેમાં 2 સ્કૂલ વાન હોય આવતીકાલ થી શાળાની વર્ધિ નહી મારી શકે, સ્થાનિકો અને કાઉન્સિલર એ આક્ષેપ લગાવ્યા હતા કે ટીપી રોડ પર રોઝીઝ ગાર્ડન ની કમ્પાઉન્ડ વોલ આવેલી છે જેને કોર્પોરેશન દ્વારા 3 વાર નોટિસ અપાઈ છે જોકે પ્રસાશન કોઈ કાર્યવાહી ન કરતા આજે સ્થાનિક રહીશો ને નુક્શાન ભોગવવાનો વારો આવ્યો છે, કોર્પોરેશન પ્રસાશન અથવા રોઝીઝ ગાર્ડન ના માલિક વાહનો ના નુકશાન નું વળતર આપે તેવી  વાહન ચાલકોએ માંગ કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram