Vadodara Police | વડોદરા પોલીસે પણ શાન ઠેકાણે લાવવા આરોપીનું સરઘસ કાઢ્યું
ગૃહ રાજ્યમંત્રીએ આપેલી છુટછાટ બાદ પોલીસે અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા માટે ઓપરેશન સરઘસ શરૂ કર્યું છે. વડોદરા પોલીસે પણ શાન ઠેકાણે લાવવા આરોપીનું સરઘસ કાઢ્યું. હત્યાના પ્રયાસના આરોપી નિસામુદ્દીન સૈયદ નામના આરોપીનું પોલીસે રિકન્સ્ટ્રક્શનની સાથે સરઘસ કાઢ્યું. 20 નવેમ્બરના રોજ ભીડભાડવાળી જગ્યાએ આરોપીએ ખુલ્લી તલવારતી હુમલો કર્યો હતો. જ્યારે અન્ય બે હુમલાખોર ફરાર થઈ ગયા હતા. જ્યારે પોલીસે આરોપી નિસામુદ્દીન સૈયદને ઘટનાસ્થળ પર યાકુતપુરા વિસ્તારમાં સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યુ
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જેના ત્રણ મહત્વના નિવેદનો હાલ છે ચર્ચામાં. આ ત્રણેય નિવેદનમાં હર્ષ સંઘવીએ અસામાજિક તત્વો, ગુંડાઓ, વ્યાજખોરોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે સરઘસ તો નીકળશે જ. 5 ડિસેમ્બરના ગાંધીનગરમાં પોલીસે રિકવર કરેલો મુદ્દામાલ અરજદારોને સોંપવાનો કાર્યક્રમ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજ્યો. જેમાં તોફાનીઓને લઈને પોલીસને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ડંડો તો છૂટથી જ વાપરજો. ગુનેગાર જે ભાષા સમજે એ ભાષાથી સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય. તો 2 ડિસેમ્બરના સંઘવીએ સુરતથી પાંડેસરા ક્રાઈમબ્રાંચના યુનિટના લોકાર્પણ પ્રસંગે તોફાનીઓને સંદેશો આપ્યો કે જોજો સીધા રહેજો નહીં તો લંગડાતા લંગડાતા ચાલવું જ પડશે.... વરઘોડો તો નીકળશે જ.... તો અગાઉ ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો હતો.. જેમાં ગૃહવિભાગે ગુનેગારોને પકડવા ફ્રી હેન્ડ આપ્યો અને ગણતરીની કલાકોમાં પથ્થરબાજોને પોલીસે ઉઠાવી લીધા... ગુનેગારો પકડાતા જ સંઘવીએ સ્પષ્ટ કર્યું હતું કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો.... હાલ તો સંઘવીના નિવેદન બાદ રાજ્યભરમાં ગુનેગારોના વરઘોડા જબરદસ્ત નીકળી રહ્યા છે....