Vadodara: હોટલ તુલસીમાં લાગેલી આગના દ્રશ્યો આવ્યા સામે, નાટકના કલાકારોએ કર્યું હતું રોકાણ
Vadodara: હોટલ તુલસીમાં લાગેલી આગના દ્રશ્યો આવ્યા સામે, નાટકના કલાકારોએ કર્યું હતું રોકાણ
વડોદરામાં શુક્રવારે હોટલમાં લાગેલી આગના દ્રશ્યો સામે આવ્યા છે. શુક્રવારે રાત્રે સયાજીગંજમાં હોટલ તુલસીમાં આગ લાગી હતી. અહીંયા જાણતા રાજાનું નાટક ભજવનાર કલાકારો રોકાયા હતા.. કાચ તોડી ત્રણ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.. તમામ કલાકારોને અન્ય હોટલમાં ખસેડવામાં આવ્યા હતા. વડોદરામાં હોટલમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી જેના દ્રશ્યો સામે આવ્યા છે. નાટકના કલાકારો આ હોટલમાં રોકાયેલા હતા. આગ લાગતા તમામનું રેસ્ક્યુ કરીને અન્ય હોટલમાં ખસડવામાં આવ્યા.