Vadodara ST Bus Accident : વડોદરામાં એસટી બસની ટક્કરે માતાની નજર સામે જ 5 વર્ષીય બાળકનું મોત
Vadodara ST Bus Accident : વડોદરામાં એસટી બસની ટક્કરે માતાની નજર સામે જ 5 વર્ષીય બાળકનું મોત
વડોદરાના અમિત નગર સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો. એસટી બસ ચાલકે સર્જ્યો અકસ્માત. અકસ્માતમાં 5 વર્ષીય બાળકનું મોત નીપજતાં માતાએ કલ્પાંત કરી મૂક્યો હતો. જેને કારણે થોડીવાર માટે ગમગીની ફેલાઇ ગઈ હતી. ઘટનાને પગલે લોકટોળા ઉમટ્યા હતા. 24 કલાકમાં માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા હતા. 8 વર્ષીય રાજ દેવીપૂજકનું મોત થયું છે. રસ્તા પર રહી છૂટક મજૂરી કરે છે પરિવાર. આ સમગ્ર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, માતાની નજર સામે જ 5 વર્ષીય બાળકનું એસટી બસની ટક્કરે મોત થાય છે. દીકરાનું મોત થતાં જ માતાએ રડારડ કરી મૂકી હતી.