Vadodara | વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટતા તંત્ર અને લોકોએ લીધો રાહતનો શ્વાસ Watch Video

Continues below advertisement

વડોદરામાં વરસાદે માંડ વિરામ લીધો હતો  ત્યાં તેમની મુશ્કેલી વધવાની હોય તેવું લાગ્યું હતું.. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો થઇ રહ્યો હતો.. શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થતા લોકો પણ પાણી જોવા ઉમટ્યા હતા. નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. જયારે વિશ્વામિત્રી નદીની સપાટી 29.20 ફૂટે નોંધાતા તંત્ર પણ ચિંતામાં મુકાયું હતું.. જોકે હવે આ સપાટીમાં સતત ઘટાડો થતા લોકોએ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે... 

વિશ્વામિત્રી નદીના આપણી ફરી વળતા અનેક ઘરો પાણીમાં ગરકાવ થઇ ચુક્યા હતા. જેના પગલે અનેક લોકોનું સ્થળાંતર કરાયું હતું. 100થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થઇ જતા સામાન્ય જન જીવન ખોરવાઈ ગયું હતું .વડોદરાના એ.પી.એમ.સી. માર્કેટ, મહાવીર ચાર રસ્તા, પાણી ગેટ, રાવપુરા, દાંડિયા બજાર, વડસર તથા વાઘોડિયાની સોસાયટીમાં પાણી ભરાયા હતા. આ વિસ્તારોમા ઘુંટણસમા પાણી ભરાવાથી નગરજનો હેરાન પરેશાન થઈ ગયા હતા.

 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram