Vadodara | સ્કુલવાન ઘટનાને લઈને થયો સૌથી મોટો ખુલાસો Watch Video

રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારની ઊંધ જાગી હતી અને ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. ત્યારબાદ હવે RTOએ સ્કૂલવાન ચાલકોને 45 દિવસનો સમય આપ્યો છે તેવામાં વડોદરામાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. અહીં ચાલુ સ્કૂલ વાનમાંથી 2 વિદ્યાર્થિનીઓ પટકાઈ. રસ્તા પર પટકાવવાથી બાળકીઓ ઇજાગ્રસ્ત પણ થઈ છે. આ આખી ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જો કે, અમે ગુજરાતી વાયરલ વીડિયોની પુષ્ટિ કરતા નથી. આ ઘટના 19 જૂનની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સ્કૂલ વાન ચાલક સોસાયટીમાંથી વિધાર્થિઓને બેસાડી પૂરપાટ ઝડપે ચલાવી રહ્યો હતો, ત્યારે આ ઘટના બની હતી. જો કે, સ્કૂલવાન સોસાયટીની ગલીમાંથી જતી હોવાના કારણે મોટો અકસ્માત થતા ટળી ગયો હતો, પરંતુ વાનના પાછળના ખુલ્લા દરવાજામાંથી પટકાયેલી વિદ્યાર્થિનીઓને ઇજા પહોંચી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ વીડિયો વડોદરાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વાન પૂરપાટ ઝડપે જઇ રહી છે અને અચાનક જ તેમાંથી 2 વિદ્યાર્થિનીઓ વાનના પાછળના દરવાજાથી રોડ પર પટકાય છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola