વડોદરાઃ તળાવ પાસે રહેલા મગરને નમન કરી તેના પર હાથ ફેરવવા લાગ્યો આ વ્યક્તિ અને...
Continues below advertisement
વડોદરાના કરજણના તળાવમાં મગરના માથે હાથ ફેરવી તેની સાથે વાતો કરતા એક વ્યક્તિનો વિડિયો વાઈરલ થયો છે. આ વિડિયો જૂના બજાર વિસ્તારમાં આવેલ તળાવનો હોવાનું મનાય છે. આ વ્યક્તિ જીવના જોખમે મગર પર હાથ ફેરવીને તેને નમન કરે છે. જો કે પંકજભાઈ નામનો શખ્સ મગર પાસે જાય છે તે દરમિયાન લોકોને તેમને મગરથી દૂર જવા માટે સમજાવ્યા પરંતુ તેઓ માન્યા નહોતા અને મગરને નમન કરીને તેની પર હાથ ફેરવતા જોવા મળી રહ્યા છે. જો કે મગર પણ હુમલો કર્યાં વિના જ પાણીમાં જતો રહ્યો હતો.
Continues below advertisement