વડોદરાઃ લોકડાઉનના સમયે થયેલા નુકસાનની સરભર થાય તેવી વેપારીઓને આશા
વડોદરામાં દિવાળી પહેલાની ખરીદી માટે કાપડ બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. મંગલ બજાર કે જયાં 400 જેટલી કપડાની દુકાનો આવેલી છે ત્યાં દુકાનદારો અને ગ્રાહકો મોટી સંખ્યામાં માસ્ક વગર દેખાયા હતા. તે સિવાય સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડ્યા હતા. લોકોએ કોરોના મહામારીમાં વધુ સાવચેતી રાખવાની જરૂર છે.