Vadodara: ટિકિટ ના મળતા મહિલા નેતાનો બળાપો- ‘ભાજપમાં રાજેન્દ્રભાઇ ત્રિવેદીનું ચાલે છે’

વડોદરા મનપાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે ઉમેદવારો જાહેર કરતાથી સાથે વિરોધ શરૂ થઇ ગયો છે. વોર્ડ નંબર 7 ના ભાજપના કાર્યકર ગીતાબેન રાણાએ હોબાળો મચાવ્યો હતો. તેમણે પાર્ટી કાર્યાલય પર પહોંચી હોબાળો મચાવ્યો હતો. ટિકિટ ના મળતા ગીતાબેન જોરજોરથી રડવા લાગ્યા હતા. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે પાર્ટીમાં કોનું ચાલે છે ત્યારે તેમણે રાજેન્દ્રભાઇ ત્રિવેદીનું નામ લીધું હતું. શહેર ભાજપ મહામંત્રી રાકેશ સેવકે ગીતાબેન રાણાને સમજાવ્યા હતા. જોકે ગીતાબેને અપક્ષમાં લડવાની જાહેરાત કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola