મારો વોર્ડ મારી વાતઃ વડોદરાના વોર્ડ નંબર 16માં પીવાના પાણીની સૌથી મોટી સમસ્યા
મારા વોર્ડ મારી વાતમાં વડોદરાના વોર્ડ નંબર 16ની વાત કરીશું. વડોદરાના વોર્ડ નંબર ૧૬માં ચારે ચાર કાઉન્સીલર કોંગ્રેસના છે. કાઉન્સીલરોએ વિસ્તારમાં ઘણી સારી કામગીરી કરી છે પરંતુ પીવાના પાણીની સમસ્યા અને સફાઈ ગંદકી અને રખડતા ઢોરોનો ત્રાસ હજુ પણ યથાવત છે. સત્તા ભાજપની હોવાથી વિસ્તારમાં કામગીરીમાં અન્યાય થયો હોવાના સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો હતો.