બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાંથી કેનાલમાં છોડાયું પાણી, જુઓ વીડિયો
બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાંથી રવી સીઝન માટે પાણી છોડવાની શરૂઆત કરવામા આવી હતી.રવી સીઝન માટે ડેમમાંથી કેનાલ મારફત પાંચ વખત પાણી આપવાનો નિર્ણય કરાયો છે. ત્યારે આજે કેનાલમાં 200 ક્યૂસેક પાણી છોડવામા આવ્યું હતું. કેનાલમાં પાણી છોડવાનો કારણે બનાસકાંઠાના 61 ગામ અને પાટણ જિલ્લાના 49 ગામને સિંચાઈનો લાભ મળશે. સિંચાઈ માટે પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. દાંતીવાડા ડેમ 67 ટકા ભરાયેલો છે. પ્રથમ રાઉન્ડમાં 16 ફેબ્રુઆરી સુધી પાણી આપવામા આવશે.