હોબાળા બાદ વોશિંગ્ટનમાં 15 દિવસનું ઇમરજન્સી લોકડાઉન, ટ્રમ્પના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક
Continues below advertisement
વિશ્વની મહાશક્તિ અમેરિકા હાલમાં એક મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. અમેરિકન સંસદમાં ધરણાં કરતા પ્રદર્શનકારીઓ હિંસક બનતા તેમને કાબૂમાં લેવા નેશનલ ગાર્ડે કાર્યવાહી કરવી પડી હતી. અહેવાલ પ્રમાણે નેશનલ ગાર્ડની કાર્યવાહીમાં એક મહિલાને ગોળી લાગતા તેનું મોત નિપજ્યુ છે. વર્તમાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ હાર માનવા તૈયાર નથી અને તેમના સમર્થકો સંસદની અંદર ઘૂસી ગયા છે.
Continues below advertisement