Canada Hindu Temple Attack : કેનાડામાં ખાલિસ્તાનીઓનો હિન્દુ મંદિર પર હુમલો, શ્રદ્ધાળુઓ સાથે કરી મારામારી

Canada Hindu Temple Attack : કેનાડામાં ખાલિસ્તાનીઓનો હિન્દુ મંદિર પર હુમલો, શ્રદ્ધાળુઓ સાથે કરી મારામારી

 કેનેડામાં ફરી એકવાર ખાલીસ્તાનીઓએ હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું. બ્રેન્ટનમાં ખાલીસ્તાનીઓએ હિન્દુ મંદિર ઉપર હુમલો કર્યો. એટલું જ નહીં હિન્દુ શ્રદ્ધાળુઓ સાથે મારપીટ પણ કરી. ખાલીસ્તાનીઓની આ કરતૂતનો એક વિડીયો હિન્દુ ફોરમ કેનેડાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં ખાલીસ્તાનીઓ હાથમાં ઝંડા સાથે મંદિર પરિસરમાં હંગામો કરી રહ્યા છે. કેટલાક ખાલીસ્તાનીઓએ તો દર્શન કરવાવેલા લોકોને લાકડી વડે માર માર્યો. આ હુમલા બાદ હિન્દુ મંદિરોની સુરક્ષાને લઈ કેનેડાની ટ્રુડો સરકાર પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. મહત્વનું છે કે આ પહેલી ઘટના નથી જ્યારે ખાલીસ્તાનીઓએ કેનેડામાં હિન્દુ મંદિરોને નિશાન બનાવ્યું હોય. અગાઉ જુલાઈમાં કેનેડાના આલ્બર્ટ ફ્રાન્ટમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને તેની દીવાલો પર હિન્દુ વિરોધી સૂત્રો ચાર લખવામાં આવ્યા હતા. તો 23 જુલાઈ 2024 ના રોજ સવારે એડમોન્ટમાં સ્વામિનારાયણ મંદિરની બહારના ભાગમાં પણ હિંદુ ચિત્રો અને સૂત્રો જોવા મળ્યા હતા. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola