Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામું

Continues below advertisement

જસ્ટિન ટ્રુડોએ કેનેડાના લિબરલ પાર્ટીના નેતા પદેથી રાજીનામાની ઘોષણા કરી છે. ૨૦૧૫થી સત્તાના સૂત્રો સંભાળનાર ટ્રુડો પોતાના પક્ષની અંદરથી વધી રહેલા દબાણ બાદ આ નિર્ણય લીધો છે. જોકે, નવા નેતાની પસંદગી સુધી તેઓ વડાપ્રધાન પદે ચાલુ રહેશે.

૫૩ વર્ષીય ટ્રુડો છેલ્લા કેટલાક સમયથી વધતી જતી અલોકપ્રિયતાનો સામનો કરી રહ્યા હતા. ખાદ્ય પદાર્થો અને આવાસના ભાવોમાં થયેલો વધારો તેમજ ઇમિગ્રેશનમાં નોંધાયેલો તીવ્ર વધારો તેમની સરકાર માટે મોટો પડકાર બન્યો હતો. આગામી ચૂંટણી ઓક્ટોબર ૨૦૨૪માં યોજાવાની સંભાવના છે, જેમાં વિપક્ષ કન્ઝર્વેટિવ પાર્ટી મજબૂત સ્થિતિમાં છે. ટ્રુડોના રાજીનામાથી લિબરલ પાર્ટી સમક્ષ નવા નેતાની પસંદગી અને આગામી ચૂંટણીની તૈયારીનો પડકાર ઊભો થયો છે.

ટ્રુડોએ રાષ્ટ્રને પોતાના સંબોધનમાં રાજીનામાની જાહેરાત કરી હતી. ટ્રુડોએ કહ્યું કે તેમણે તેમની લિબરલ પાર્ટીના પ્રમુખને નવા નેતાની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવા કહ્યું છે. ટ્રુડોએ કહ્યું કે સંસદ 24 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવશે, અને જ્યાં સુધી નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ કાર્યકારી વડા પ્રધાન તરીકે રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram