China Action On USA: અમેરિકાને ચીનનો જડબાતોડ જવાબ, અમેરિકાની પ્રોડક્ટ પર લાગૂ કર્યો 10થી 15 ટકા ટેરિફ

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવાર (૪ માર્ચ, ૨૦૨૫) થી મેક્સિકો અને કેનેડાથી આયાત થતા માલ પર ૨૫% ટેરિફ લગાવ્યો છે. ઉપરાંત, ચીનથી આયાત થતી ચીજવસ્તુઓ પર પહેલાથી લાદવામાં આવેલ 10% ટેરિફ વધારીને 20% કરવામાં આવ્યો છે.

આ ટેરિફનો હેતુ આ દેશોમાંથી ફેન્ટાનાઇલ અને અન્ય ગેરકાયદેસર દવાઓની અમેરિકામાં થતી દાણચોરી અટકાવવાનો છે. આ ટેરિફ ઉદેશ્ય ગયા મહિને અમલમાં આવવાના હતા પરંતુ 30 દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યા હતા.

કેનેડાએ ભર્યુ આ મોટુ પગલું 
રૉઇટર્સના અહેવાલ મુજબ, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ યુએસ ટેરિફના જવાબમાં મંગળવારથી યુએસ માલ પર 25% ટેરિફની જાહેરાત કરી છે, જે 30 અબજ કેનેડિયન ડૉલરના માલ પર લાગુ થશે. જો યુએસ ટેરિફ પાછો ખેંચવામાં નહીં આવે તો કેનેડા આગામી 21 દિવસમાં વધારાના 125 બિલિયન કેનેડિયન ડૉલરના યુએસ માલ પર ટેરિફ પણ લાદશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola