Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં બેકાબૂ કારે કચેડ્યા લોકોને, 80 લોકો ઈજાગ્રસ્ત; 2ના મોત
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં બેકાબૂ કારે કચેડ્યા લોકોને, 80 લોકો ઈજાગ્રસ્ત; 2ના મોત
મેગડેબર્ગ જર્મનીના સેક્સની-એનહાલ્ટ રાજ્યની રાજધાની છે, જ્યાં કાર અકસ્માત સર્જાયો હતો. સિટી ચીફ રેનર હેસેલોફે જણાવ્યું કે, આરોપી ડ્રાઈવર જર્મનીનો હતો.
જર્મનીના મેગ્ડેબર્ગમાં શુક્રવારે (20 ડિસેમ્બર) એક મોટો કાર અકસ્માત સર્જાયો હતો.જેમાં 2 લોકોનાં મોત થયા હતા અને 60 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત ક્રિસમસ માર્કેટમાં થયો હતો, જ્યાં એક કાર ભીડભાડવાળા વિસ્તારમાં ઘૂસી ગઈ અને લોકો પર ચઢી ગઈ. આ કિસ્સામાં, સ્થાનિક જર્મની પોલીસે સાઉદી અરેબિયાના 50 વર્ષીય ડૉક્ટરની ધરપકડ કરી છે. જે કાર ચલાવી રહ્યો હતો. નોંધનીય છે કે અગાઉના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે હુમલામાં 11 લોકો માર્યા ગયા હતા, પરંતુ બાદમાં અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે અત્યાર સુધીમાં માત્ર બે જ મોત થયા છે.