Indian student murder: કેનેડામાં ભારતીય વિદ્યાર્થી હર્ષદીપસિંહની હત્યા કેસમાં બે શકમંદોની પોલીસે કરી ધરપકડ
Continues below advertisement
કેનેડાના એડમોન્ટનમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા આ મૃતક વિદ્યાર્થીની ઓળખ પંજાબ રાજ્યના હર્ષનદીપ સિંહ તરીકે થઈ છે. જોકે પોલીસે આ અપાર્ટમેન્ટને સીલ કરી દીધો છે અને વધુ તપાસ હાથ ધરી દીધી છે. બીજી બાજુ હર્ષનદીપ સિંહ પર ફાયરિંગ કરનારા 2 શંકાસ્પદોની પોલીસે ધરપકડ પણ કરી દીધી છે.
એવું જાણવા મળ્યું છે કે હર્ષનદીપ જ્યાં સુરક્ષા ગાર્ડ તરીકે તહેનાત હતો તે એપાર્ટમેન્ટની બહાર કેટલાક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. કેટલાક લોકો એપાર્ટમેન્ટમાં ઘૂસી ગયા હતા જે બાદ ફાયરિંગની ઘટના બની હતી. પ્રાથમિક તપાસમાં બે શકમંદો સામે હત્યાનો ગુનો નોંધાયો છે. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં હુમલાખોર પીડિતાને સીડી પરથી નીચે ફેંકતો દેખાય છે.
Continues below advertisement