Jetpur News: એ ગ્રેડની જેતપુર પાલિકામાં ફાયર સ્ટાફની અછત
કપડાના ઉદ્યોગ સાથે સંકળાયેલ ઔદ્યોગિક શહેર એવા રાજકોટ જિલ્લાના જેતપુરની મુખ્ય જરૂરિયાત એવા ફાયર મહેકમ ની કોઈ સુવિધા નથી. એ ગ્રેડની નગરપાલિકામાં તમામ ફાયર ફાઇટરના આધુનિક સાધનો છે પરંતુ ચલાવવા વાળા કુશળ કર્મચારીઓની કમી છે જેથી ફાયર મહેકમને લઈને જેતપુર શહેર ભગવાન ભરોસે હોય તેવો ઘાટ સર્જાયો છે.
રાજકોટના જેતપુરની એ ગ્રેડની પાલિકામાં ફાયરના સાધનો તો અત્યાધુનિક છે. પણ આ અત્યાધુનિક સાધનો ચલાવનારા કુશળ કર્મચારીઓનો જ અભાવ છે. જેતપુર કપડા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઔદ્યોગિક શહેરમાં ફાયર બ્રિગેડમાં તાલીમબદ્ધ સ્ટાફ નથી ફાયર વિભાગ પાસે નાના અને મોટા ફાયર સાથે તમામ આધુનિક સાધનો છે. પરંતું ફાયર વિભાગમાં નથી પૂરતું મહેકમ. જેતપુર ઔદ્યોગિક શહેર હોવાથી ફાયર મહેકમ હોવું જરૂરી છે. રાજકોટમાં TRP જેવી આગની મોટી દુર્ઘટના બને તો મોટી જાનહાનિ સર્જાઈ શકે છે.. ત્યારે ફાયર વિભાગમાં વહેલી તકે મહેકમ મુજબ સ્ટાફની ભરતી કરવામાં આવે તે જરૂરી છે. જેતપુર ફાયર વિભાગમાં નથી ફાયર ઓફિસર તો 9 ફાયરમેનની પણ ઘટ છે.