અમેરિકાની ચૂંટણીમાં હજુ સસ્પેન્સ યથાવત, મિશિગન અને જોર્જિયામાં ટ્રમ્પે દાખલ કરેલા કેસને ફગાવી દેવાયા
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ડોનાલ્ડ ટ્રંપ અને જો બાઈડેન વચ્ચે કાંટાની ટક્કર જામી છે.. ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ તરફથી મિશિગન અને જોર્જિયામાં દાખલ કરવામાં આવેલ કેસને નકારી કાઢવામાં આવ્યાં છે. . ટ્રંપે બંન્ને રાજ્યોમાં પોસ્ટલ બેલેટની ગણતરી રોકવાની માંગ કરી હતી.. જેનો મિશિગન અને જોર્જિયા કોર્ટે ઈંકાર કરી દીધો.. જોર્જિયામાં હવે ટ્રંપ અને બાઈડેનના મત લગભગ સરખા થઈ ગયા છે..