ABP News

Justine trudo News | જસ્ટિન ટ્રડોની પીએમ પદની ખુરશી જોખમાઈ, સાંસદોએ આપી ખુલ્લી ચેતવણી

Continues below advertisement

 કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમની પાર્ટીના સાંસદોની નારાજગી છતાં આગામી ચૂંટણીમાં લિબરલ પાર્ટીનું નેતૃત્વ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ ઘણા લિબરલ પાર્ટીના સાંસદોએ માગણી કરી હતી કે, જસ્ટિન ટ્રુડોએ આગામી ચૂંટણી પહેલા પદ છોડવું જોઈએ અને આગામી ચૂંટણી લડવી જોઈએ નહીં. સાંસદોનું માનવું છે કે, ટ્રુડો સરકાર સામે લોકોમાં ભારે નારાજગી છે. જોકે, હવે પોતે જસ્ટિન ટ્રુડોએ સ્પષ્ટ કર્યું છે કે, “તેઓ પીછેહઠ કરવા તૈયાર નથી. તેઓ ફરીથી ચૂંટણી લડશે અને લિબરલ પાર્ટીનું નેતૃત્વ કરશે.” ટ્રુડોએ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે તેમની પાર્ટીમાં બળવો જોવા મળી રહ્યો છે.

વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને પત્રકારોએ પૂછ્યું કે, શું તેઓ 28 ઓક્ટોબર પછી પણ PM તરીકે ચાલુ રહેશે? જેના પર ટ્રુડોએ સ્પષ્ટ કહ્યું કે, “હા.” ટ્રુડોએ કહ્યું કે, “આગળનો રસ્તો શું હશે તે અંગે પાર્ટીની અંદર ગંભીર ચર્ચા ચાલી રહી છે, પરંતુ આ બધું મારા નેતૃત્વમાં થશે. હું આગામી ચૂંટણી લડીશ.” 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola