Donald Trump : મોદી અને હું હંમેશા મિત્ર રહીશું..: ભારત પર કટાક્ષ બાદ ટ્રમ્પના ફરી સૂર બદલાયા
ટેરીફ તરકટ અને દુનિયાભરની ડંફાસ માર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુ-ર્ટન લેતા હોય તેવા સંકેત. ભારત સાથેના સંબંધો અમેરિકા માટે ખાસ હોવાની સાથે કહ્યું હું હમેશા પીએમ મોદીનો રહીશ દોસ્ત...ટ્રમ્પે મોદીને ગણાવ્યા મહાન પ્રધાનમંત્રી
ભારતને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ યુ ટર્ન મારવાની તૈયારીમાં છે. કેમ કે, અત્યાર સુધી ભારત વિરુદ્ધ નિવેદન આપતા ડોનાલ્ડ ટ્રમ્પને હવે ભારતની દોસ્તી યાદ આવી છે. ટ્રમ્પનું એક નવું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે પીએમ મોદીને શાનદાર પ્રધાનમંત્રી ગણાવ્યા. સાથે જ પોતે હંમેશા મોદીના દોસ્ત રહેશે તેવી વાત કરી. એટલુ જ નહીં, ભારત પર 50 ટેરિફ લાદનાર ટ્રમ્પે ભારત અને અમેરિકાના સંબંધને ખાસ ગણાવ્યા. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર મોદી, પુતિન અને જિનપિંગની તસવીર શેયર કરી હૈયાવરાળ ઠાલવી. તેમણે લખ્યું, બંને દેશનું ભવિષ્ય લાંબુ અને સમૃદ્ધ રહે તેવી આશા રાખું છું.