Opreation Sindoor: આતંકી મસૂદ અઝહરના ઠાર મરાયાની આશંકા, જુઓ એરસ્ટ્રાઈકના અપડેટ્સ
Opreation Sindoor: આતંકી મસૂદ અઝહરના ઠાર મરાયાની આશંકા, જુઓ એરસ્ટ્રાઈકના અપડેટ્સ
આખરે ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો. ભારતીય વાયુસેનાએ મંગળવારે રાત્રે 1:05 વાગ્યે પાકિસ્તાન અને PoK એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલો કર્યો.
આ હુમલામાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાં લશ્કર-એ-તૈયબાના હાઈ વેલ્યુ ટાર્ગેટ (HVT) હાફિઝ અબ્દુલ મલિકનો સમાવેશ થાય છે. મલિક મુરિદકે સ્થિત મરકઝ તૈયબા હવાઈ હુમલામાં માર્યો ગયો હતો.