PM Modi : એર સ્ટ્રાઈક બાદ પીએમ મોદીનું સંબોધન | Abp Asmita | 5-7-2025
ઓપરેશન સિંદૂરના ગણતરીના કલાકોમાં દેશના વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કર્યું છે.. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 12મા ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન કોન્ફરન્સ (GLEX) 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, ભારતની અવકાશ યાત્રા અન્ય લોકો સાથે સ્પર્ધા કરવાને બદલે "એકસાથે મળીને ઉચ્ચ સ્તરે પહોંચવા"ની છે.. સંબોધનમાં, મોદીએ અવકાશ સંશોધનમાં ભારતના મહત્વપૂર્ણ સીમાચિહ્નો પર પ્રકાશ પાડ્યો, વૈશ્વિક સહયોગ અને માનવતાના કલ્યાણ પ્રત્યે રાષ્ટ્રની પ્રતિબદ્ધતા તરફ ધ્યાન દોર્યું હતું. PM મોદીએ ભારતના ચંદ્રયાન મિશનની સીમાચિહ્નરૂપ સિદ્ધિઓને યાદ કરી: "ચંદ્રયાન-1 એ ચંદ્ર પર પાણી શોધવામાં મદદ કરી, ચંદ્રયાન-2 એ ચંદ્રની સપાટીની સૌથી વધુ રિઝોલ્યુશન છબીઓ પ્રદાન કરી, અને ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિશેની આપણી સમજને વધુ ગાઢ બનાવી."