US Capitol buildingમાં Trumpના સમર્થકોનો હોબાળો, Joe Bidenએ કહ્યું-‘આ વિરોધ નથી, વિદ્રોહ છે’
Continues below advertisement
અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જૉ બાઇડનને રાષ્ટ્રપતિ જાહેર કરવા માટે અમેરિકી સંસદમાં સંયુક્ત સત્ર ચાલી રહ્યું હતું. તે સમયે હજારોની સંખ્યામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ એકઠા થયા હતા અને હોબાળો મચાવ્યો હતો. આરોપ છે કે ટ્રમ્પના સમર્થકો હથિયાર લઇને સંસદની અંદર જતા રહ્યા હતા. પ્રદર્શનકારીઓ હિંસક બનતા તેમને કાબૂમાં લેવા નેશનલ ગાર્ડે કાર્યવાહી કરવી પડી હતી. અહેવાલ પ્રમાણે નેશનલ ગાર્ડની કાર્યવાહીમાં એક મહિલાને ગોળી લાગતા તેનું મોત નિપજ્યુ હતું.
Continues below advertisement