તુર્કી ભૂકંપઃ કાટમાળ નીચે દટાયેલી ત્રણ વર્ષની બાળકીને ચાર દિવસ બાદ જીવતી બહાર કઢાઇ, જુઓ દિલધડક રેસ્ક્યૂ ઓપરેશનનો વીડિયો
તુર્કીઃ તુર્કીમાં ભૂકંપના ચાર દિવસ બાદ કાટમાળમાંથી ત્રણ વર્ષની એક બાળકીને જીવતી બહાર કાઢવામાં આવી હતી. આયદા ગેજગિન નામની આ બાળકી શુક્રવારે આવેલા શક્તિશાળી ભૂકંપ બાદથી ઇજમિર શહેરમાં એક આઠ માળના એપાર્ટમેન્ટના કાટમાળમાં ફસાઇ હતી. આયદાની માતાનું ભૂકંપમાં મોત થયું હતું જ્યારે આયદાનો ભાઇ અને પિતા ભૂકંપ સમયે ઇમારતમાં નહોતા.